મોરબીમાં રવિવારે ફરી એક વાર નિ:શુલ્ક રોપા વિતરણ કરાશે

- text


અગાઉના સફળ આયોજન બાદ લોકલાગણીને માન આપી ફરીવાર આયોજન

મોરબી : પર્યાવરણની જાળવણી અને માવજતનાં ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીવાસીઓ માટે નિઃશુલ્ક રોપા વિતરણ માટેનાં કાર્યક્રમનું આયોજન ગત તા. 14ના રોજ કરાયેલું હતું. ત્યારે ફરીથી તા. 28ને રવિવારે નિઃશુલ્ક રોપા વિતરણનું ફરીથી આયોજન કરવામાં આવ્યું છે.

- text

અગાઉના સફળ આયોજન બાદ લોકલાગણી ધ્યાને રાખી ફરીવાર આયોજન મયુર નેચર ક્લબ-મોરબી, સામાજિક વનીકરણ-રાજકોટ વિભાગ અંતર્ગત મોરબી અને ટંકારા વન વિભાગ, મોરબી અપડેટ તથા પુસ્તક પરબ-મોરબી ટીમના સહીયારા પ્રયાસ થકી કરાયું છે. જેના અનુસંધાને મોરબીવાસીઓ આગામી તા.28-06-2020નાં રવિવારના રોજ સવારે 9 કલાકથી સંદેશ ઓફીસ નીચે, કે. કે. સ્ટીલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે વ્યક્તિદીઠ 1-1 રોપા નિઃશુલ્ક આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની સાવચેતીના ભાગરૂપે દરેક લોકોએ સોસીયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત માસ્ક ફરજીયાત પહેરીને જ આવવાનું રેહશે.

- text