ટંકારાના ગામોમાં TDOએ મુલાકાત લઇ વિવિધ કામોની ચકાસણી કરી

- text


ટંકારા : કોરોનાના લીધે લાદેલા લોકડાઉન બાદ ચાલુ થયેલા વિકાસ કામોની ચકાસણી કરવા ટંકારા તાલુકાના વિવિધ ગામોમાં તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા એ ફિલ્ડ વિઝિટ કરી હતી અને કામની જાત તપાસ હાથ ધરી હતી.

- text

ગઈકાલે તા. 26/06/2020 નાં રોજ તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા એ ટંકારા તાલુકાના અમરાપર, ટોળ, જીવાપર (ટં.), હરબટિયાળી, ઓટાળા અને ખાખરા ગામોની મુલાકાત લીધી હતી. જે દરમિયાન જુદી-જુદી યોજનાનાં વિકાસનાં કામોની ચકાસણી કરી હતી. જેમા સી. સી. રોડ, પેવર બ્લોક, કોઝ-વે, ભૂગર્ભ ગટર, પૂર સંરક્ષણ દિવાલ વગેરે કામો, જે લોકડાઉનને પગલે બંધ રહ્યા હતા, તે ચાલુ થતા ફિલ્ડ વિઝિટ કરી હતી.

- text