પેટ્રોલ-ડીઝલના સળગતા ભાવના મુદ્દે ટંકારા કોંગ્રેસનું મામલતદારને આવેદન

- text


ટંકારા : ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિએ દેશમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ સહીત જીવન જરૂરીયાતની ચીજવસ્તુની વધતી કિંમતને સ્થિર કરવા સાથે કોરોના મહામારીના કાળમા મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવતા લોકોનો આર્થિક ભાર ઓછો કરવા ટંકારા મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું.

- text

છેલ્લા બે સપ્તાહથી પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યા છે. તેને અંકુશમાં લેવાની અપીલ કરવા માટે ટંકારા કોંગ્રેસની ટીમે શાંતિથી અને કોઈપણ પ્રકારના દેખાડા વગર સરકારને વાત પહોંચાડવા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવયુ હતું.

- text