શુક્રવારની રાત્રે 10થી 12 વાગ્યા સુધીમાં મોરબીમાં સવા બે ઇંચ, ટંકારામાં બે ઇંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ

- text


 

શુક્રવારના રાત્રે 12 વાગ્યા સુધીના આખા દિવસના આંકડા જોઈએ તો મોરબીમાં 71 મિમી, ટંકારામાં 52 મિમી, વાંકાનેરમાં 26 મિમી, હળવદમાં 85 મિમી, માળિયામાં 29 મિમી વરસાદ નોંધાયો

મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં શુક્રવારે વરસાદી માહોલ જામ્યો હતો. જાણે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ હોય તેવી જ રીતે મેઘરાજા તૂટી પડ્યા છે. જેમાં શુક્રવારે રાત્રે 10થી 12 દરમિયાન મોરબીમાં સવા બે ઇંચ, ટંકારામાં બે ઇંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

- text

મોરબી જિલ્લામાં શુક્રવારે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આખા જિલ્લામાં શુક્રવારે વરસાદ મનમૂકીને વરસ્યો છે. સરકારી આંકડાકીય વિગતો જોઈએ તો રાત્રે 10થી 12 દરમિયાન બે કલાકમાં મોરબીમાં 58 મિમી, ટંકારામાં 52 મિમી, વાંકાનેરમાં 23 મિમી,હળવદમાં 15 મિમી, માળિયામાં 2 મિમી વરસાદ નોંધાયો છે.

જ્યારે શુક્રવારે સવારે 6થી રાત્રે 12 વાગ્યા સુધીના આંકડા જોઈએ તો મોરબીમાં 71 મિમી, ટંકારામાં 52 મિમી, વાંકાનેરમાં 26 મિમી,હળવદમાં 85 મિમી, માળિયામાં 29 મિમી વરસાદ નોંધાયો છે. આમ શુક્રવારે દિવસમાં સૌથી વધુ હળવદમાં વરસાદ પડ્યો છે.

- text