મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 36 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

- text


 

મોરબી : મોરબી એલસીબીએ નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઈ ઉર્ફે બાબુભાઇ સુમરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. 36 હજારની કિંમતનો 96 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ક્લોતરા, વિક્રમસિંહ બોરાણા, દિલીપભાઈ ચૌધરી, કોન્સ્ટેબલ ભરતભાઇ જિલરિયા, ભગીરથસિંહ ઝાલા, આશિફ્ભાઇ ચાણક્યાં વગેરે રોકાયેલા હતા.

- text