મોરબીમાં રાત્રે 8:30થી 10 સુધીમાં એક ઇંચ વરસાદ

- text


 

મોરબી : મોરબી શહેરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાત્રે 8:30થી 10 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સામાકાંઠે માત્ર 5 મિમી જેટલો જ વરસાદ નોંધાયો છે.

- text

મોરબીના વાવડી, પાનેલી, લાલપર,લખધીરપુર, ધરમપુર, જોધપુર, ફાટસર, પીપળી, શનાળા, ઘુંટુ,રવાપર અને મકનસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. જ્યારે વાંકાનેરમાં 4 મીમી અને ટંકારામાં 1 મીમી વરસાદ નોંધાયો છે.

- text