ખેડૂતો જોગ : I-Khedut પોર્ટલ પર કરેલ અરજીની પ્રિન્ટ ખેતીવાડી શાખામાં પહોંચાડવાની રહેશે

- text


મોરબી : વર્ષ ૨૦૨૦-૨૧ માટે i – khedut પોર્ટલ ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓના વિવિધ ઘટકો માટે તારીખ ૦૧/૦3/૨૦૨૦ થી ૩૧/૦૫/૨૦૨૦ સુધી ખુલ્લી મુકવામાં આવેલ હતી. જુદા જુદા ઘટકોમાં લાભ / સહાય લેવા માંગતા મોરબી જિલ્લાન ખેડૂતો દ્વારા i – khedut પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરેલ ખેડૂતોએ તેઓએ અરજીની પ્રિન્ટ આઉટ લઇ અરજીની નકલ ૭-૧૨, ૮ – અ, આધાર કાર્ડની નકલ, બચત ખાતાના બેન્કની પાસબુકની ઝેરોક્ષ, અનુ. જાતિ, અનુ. જનજાતિ દાખલા સાથે જે તે ગામના ગ્રામ સેવક, તાલુકા ખેતીવાડી શાખામાં વહેલી તકે અરજી પહોચતી કરવા. જિલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

- text