મને ગર્વ છે મારા પપ્પા પર, સત્તા હોય કે ન હોય તેઓ હંમેશા લોકોની વ્હારે આવ્યા : પ્રથમ અમૃતિયા

- text


પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પુત્રએ શબ્દોમાં વ્યક્ત કરી પિતા પ્રત્યે લાગણી

મોરબી : મને મારા પપ્પા ઉપર ખૂબ ગર્વ છે. કારણકે સત્તા પર હોય કે ન હોય તેઓ હંમેશા લોકોની વ્હારે આવ્યા છે. પપ્પા માટે પ્રજા પહેલા પછી પરિવાર આવે છે. સંકટ સમયે તેઓ નાગરિકોની હંમેશા પડખે રહે છે. આ શબ્દો છે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પુત્ર પ્રથમ અમૃતિયાના કે જેઓએ પોતાના પિતા વિશેના વિચારો પ્રજા જોગ જાહેર કર્યા છે.

મોરબીમાં ભૂતકાળમાં ધારાસભ્ય પદે ચાર વખત ચૂંટાઈ આવેલ કાંતિભાઈ અમૃતિયા હાલ સતામાં ન હોવા છતાં હંમેશા પ્રજાની વચ્ચે રહીને તેઓનો અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડે છે. અને પ્રજાની સમસ્યાઓનું નક્કર પરિણામ લાવવાનું સામર્થ્ય ધરાવે છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી મોરબીની પ્રજા વચ્ચે રહીને તેઓના કામ કરી રહ્યા છે. કોઈ પણ નાના કે સામાન્ય નાગરિકો માટે તેઓ હરહંમેશ આગળ આવ્યા છે.

- text

પપ્પા માટે પ્રજા પહેલા પછી પરિવાર, સંકટ સમયે તેઓ નાગરિકોની હંમેશા પડખે રહ્યા છે : પ્રથમ અમૃતિયા

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વિશે તેમના પુત્ર પ્રથમ અમૃતિયાએ કહ્યું છે કે મારા પપ્પા પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. વર્તમાન પરિસ્થિતિના આવા સંકટ દરમિયાન પણ તેઓ હંમેશા પ્રજા વચ્ચે રહીને તેઓ વિશે વિચારતા રહે છે તેઓની માટે પ્રજા પહેલા પછી પરિવાર છે. તેઓના વારંવાર પ્રયત્નને પરિણામે આજે મચ્છુમાં પાણી મળવા જઈ રહ્યું છે.તેઓના આ પ્રયત્નથી મોરબી- માળીયાના ખેડૂતોને પાણી ગામ-ગામ સુધી મળી રહેશે. મને ગર્વ થાય છે કે હું કાંતિભાઈ અમૃતિયાનો પુત્ર છું.તેઓ સત્તામાં હોય કે ના હોય તેઓ માટે મોરબીની જનતા પહેલા છે. થોડા દિવસો પહેલાની જ વાત છે. ખેડૂતોને કપાસના ઓછા ભાવ મળતા હતા. તેના માટે તેઓએ દિલ્હી સુધી અવાજ ઉઠાવ્યો હતો.

- text