ભારતને આત્મનિર્ભર બનાવવા ચાઈનાથી ગેરકાયદેસર રીતે આવતા માલ પર રોક જરૂરી : જયસુખ પટેલ

- text


દેશને આત્મનિર્ભર બનાવવા માટે આયાત પદ્ધતિમાં ફેરફાર કરવા અજંતા-ઓરેવા ગ્રુપના MDએ મોદીને લખ્યો પત્ર

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનવા માટે આપેલા સંદેશને લઈને ઘણા ઉદ્યોગગૃહો તેમજ સ્મોલ સ્કેલ ઉધોગકારોએ વિવિધ સુચનો કર્યા છે. દરેક ભારતીય નાગરિક આત્મનિર્ભરતાનો સંદેશ બરાબર સમજી ચુક્યો છે. ત્યારે મોરબીના વિશ્વવિખ્યાત ઉધોગગૃહના એમડીએ આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન મોદીને સુચન કરતો એક પત્ર લખ્યો છે.

મોરબીના પ્રખ્યાત અજંતા-ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આત્મનિર્ભર ભારત કેમ્પેઈનમાં MSMEને જો સહયોગ આપવામાં આવે તો દેશ ખરા અર્થમાં આત્મનિર્ભર બની શકે છે. આ માટે ગેરકાયદે ડમ્પ થઈને ચીનથી આવતા માલને અટકાવવાની જરૂર છે. ખાસ કરીને ચાઈનાથી રેડી ટુ સેલ જે માલ આવી રહ્યો છે તે ભારતના સ્મોલ અને મીડીયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને બહું મોટું નુકશાન પહોંચાડી રહ્યો છે. ચીનથી ઘણી પ્રોડક્ટ ભારતમાં તૈયાર થઈને આવે છે જેનું માત્ર પેકિંગ જ ભારતમાં થાય છે. ખાસ કરીને કપડા, રમકડા, ઇલેક્ટ્રિક ગુડ્સની અમુક ચીજ-વસ્તુઓમાં મોટા પ્રમાણમાં ગેરરીતી આચરવામાં આવે છે. આનાથી ભારતના નાના અને મધ્યમ ઉધોગકારો ચીનની પ્રોડક્ટની હરીફાઈમાં ટકી શકતા નથી.

- text

ગેરકાયદે રીતે ભારતમાં માલ ઘુસાડવા માટે આયાતકારો દ્વારા વિવિધ તરકીબ અપનાવાય છે જેને કરને સરકારને પણ ટેક્સના સંદર્ભે ઘણું મોટું નુકશાન ભોગવવું પડે છે. અન્ડર ઇન્વોઇસ એટલે કે આયાતી માલના બીલમાં માલની કિંમત ઓછી દર્શાવાય છે, જેનાથી કરોડો રૂપિયાની કસ્ટમ ડ્યુટી અને જીએસટીની ચોરી કરવામાં આવે છે. ઘણી વખત કન્ટેનરમાં માલનો જથ્થો ઓછો બતાવવામાં આવે છે. તો વળી ક્યારેક જે માલની ડ્યુટી વધુ હોય તેના બદલે ઓછી કસ્ટમ ડ્યુટી વાળો માલ દર્શાવીને દેશમાં માલ ઘુસાડાય છે. આવો માલ બાદમાં દેશમાં કોઈ પણ પ્રકારના બિલ વિના બ્લેકમાર્કેટમાં ટેક્સ પે કર્યા વગર વેંચાય છે. ઉપરોક્ત તમામ બાબતનું વિશ્લેષણ કરી જયસુખભાઈ પટેલે આયાત પદ્ધતિમાં સુધારો કરવા વડાપ્રધાન મોદીનું ધ્યાન દોરી સુચન કર્યું છે. જો આ સુચનની અમલવારી થાય તો ચીનથી ગેરકાયદે ઘુસાડાતા માલનું પ્રમાણ અટકે અથવા ઓછું થાય તો ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં વધુ ગતિથી આગળ વધી શકે છે.

- text