મોરબી : ગુરુવારે લેવાયેલા 55 સેમ્પલમાંથી 1 રિજેક્ટ બાકીના 54 નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે લેવાયેલા 55 સેમ્પલમાંથી આજે લેબોરેટરીમાં એક સેમ્પલ રિજેક્ટ થયું હતું. જ્યારે બાકીના 54 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ દીધો છે.

આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની કામગીરી અંતર્ગત 55 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી એક સેમ્પલ ટેક્નિકલ કારણોસર રદ થયું હતું. જ્યારે બાકીના તમામ સેમ્પલનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધી કુલ ચાર કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જેમાંથી બે દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે કોરોનાગ્રસ્ત મુંબઈ આવેલા વાવડી રોડ પર રહેતા વૃધ્ધા અને અમદાવાદથી ટંકારાના જય નગર ગામેં આવેલા યુવાન સારવાર હેઠળ છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text