મોરબીના શોભેશ્વર રોડ પરની ફેક્ટરીઓ દ્વારા ફેલાતું પ્રદુષણ અટકાવવા માંગ

- text


મોરબી : મોરબીના શોભેશ્વર રોડ પર લક્ષ્મી સોસાયટીમાં રહેતા અમીતભાઈ વશરામભાઈ ભરવાડ દ્વારા શોભેશ્વર રોડ પરની ફેક્ટરીઓ દ્વારા ફેલાતું પ્રદુષણ અટકાવવાની માંગ સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને લેખિત રજુઆત કરવામાં આવેલ છે.

- text

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબીમાં શોભેશ્વર રોડ પર આવેલ કેમીકલની ફેકટરીઓ પ્રદુષણ ફેલાવે છે. તેઓ જમીનમાં બોરમાં કેમીકલ ઉતારી જમીનના પાણીમાં પોલ્યુશન ફેલાવે છે. જેનાથી લતાવાસીઓના બોરના પાણીમાં આ પ્રદુષણયુકત પાણી આવે છે. જેનાથી માલઢોર તથા બાળકોના સ્વાસ્થ્યને જોખમ છે. હાલમાં મહામારી કોરોના જેવા રોગના સમયે લોકડાઉન હોય અને આવી ફેકટરીઓ દ્વારા પોલ્યુશન કરવામાં આવે છે. આજુ-બાજુના વિસ્તારમાં પ્રદુષણયુકત કેમીકલ ઠાલવવામાં આવે છે. જેને અટકાવવા યોગ્ય તપાસ કરી કાયદેસરના પગલા લઈ તાત્કાલીકના ધોરણે કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવેલ છે. તેમજ આખી રાત આ ફેકટરીઓમાંથી આવતા ઘોંઘાટથી આજુબાજુ લતાવાસીઓને હેરાનગતી થતી હોય, આ અંગે પણ ઉકેલ લાવવા જણાવાયું છે.

- text