સરકારની ગાઇડલાઇનના પાલન સાથે યુગલ લગ્નગ્રંથીમાં જોડાયું

- text


મોરબી : હાલમાં લોકડાઉન-4 દરમિયાન તંત્રએ સરકારની ગાઇડલાઇનના પાલન સાથે નિશ્ચિત મહેમાનોની ઉપસ્થિતિમાં લગ્નો, સગાઈ જેવા પ્રસંગો સંપન્ન કરવાની છૂટ આપી છે. ત્યારે મોરબી તાલુકાના પંચાસર ગામમાં રહેતા ટુંડીયા તેજાભાઇ હરખાભાઈના પુત્ર વિશાલના લગ્ન રાઠોડ દેવસીભાઇ અંબાભાઈની પુત્રી કંચન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ લગ્નપ્રસંગમાં નજીકના સગા-સંબંધીઓ જ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સોસીયલ ડિસ્ટન્સના પાલન સાથે સાથે લગ્ન પ્રસંગ યોજાયો હતો.

- text