રાતાભેરમાં યુવતીએ મોતને વ્હાલું કર્યું

- text


હળવદ : રાતાભેરમાં પરિવારે છોકરા સાથે વાત કરવાની ના પડતાં યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

- text

રાતાભેર ગામમાં રહેતા વિનોદભાઇ જેસીંગભાઇ ઇન્દરીયા (ઉ.વ ૩૮, ધંધો ખેતી)ની દીકરી પાયલબેને ગત તા. 10ના રોજ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી, તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતી. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તા. 11ના રોજ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી હતી. તેમજ યુવતીને તેના પરિવાર દ્વારા મોબાઇલ ફોનમાં છોકરા સાથે વાત કરવાની ના પાડતા અને ઠપકો આપવામાં આવ્યો હતો. જેથી, માઠુ લાગી આવતા યુવતીએ પોતાની જાતે મોતને વ્હાલું કર્યું હતું.

- text