રાહત યથાવત : મોરબીના વધુ 21 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા

- text


મોરબીમાં છેલ્લા 24 કલાકમાં કુલ 70 લોકોના સેમ્પલ લેવાયા હતા : તમામના રિપોર્ટ નેગેટિવ

મોરબી : મોરબીમાં છેલ્લા 24 કલાકમાં કુલ 70 લોકોના સેમ્પલ કોરોના રિપોર્ટ માટે લેવાયા હતા. જેમાં ગઈકાલે રાત્રે 49ના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે પેન્ડિંગ 21 સેમ્પલના રિપોર્ટ પણ નેગેટિવ આવતા મોરબી જિલ્લો કોરોના મુક્ત યથાવત રહ્યો છે.

મોરબીમાં ગઈકાલથી માસ સેમ્પલિંગ શરૂ કરાયું છે. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં તમામ સિનિયર સિટીઝનોના પણ સેમ્પલ લઈ કોરોનાના ટેસ્ટ કરવાની શરૂઆત કરાઈ છે. જે કામગીરી હેઠળ મોરબીમાં છેલ્લા 24 કલાકમાં 70 લોકોના સેમ્પલ લઈ કોરોના રિપોર્ટ માટે મોકલાયા હતા. જેમાંથી 49 લોકોના સેમ્પલ ગઈકાલ રાત્રે જ નેગેટિવ આવી ગયા હતાં અને બાકીના પેન્ડિંગ 21 રિપોર્ટ પણ આજે નેગેટિવ આવતા મોરબી જિલ્લો કોરોના મુક્ત યથાવત રહ્યો છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text