કોરોનાના સંકટમાં નિષ્ઠાપૂર્વક ફરજ બનાવતી મોરબી જિલ્લાની આંગણવાડીની બહેનો

- text


કોઇ આગંણવાડી બહેનને કેન્સરની બિમારી છે, કોઇને નાનુ બાળક છે, તો કોઇ ગર્ભાવસ્થામાં છે, તો કોઇ દિવ્યાંગ હોવા છતાં પણ પોતાને સોંપવામાં આવેલ કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે

મોરબી : કોરોનાના કહેરમાં સૌ કોઇ સામાન્ય વ્યક્તિ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સગવડતા માટે પ્રથમ વિચારે છે અને તેમાં કાંઈ ખોટું પણ નથી. પરંતુ સમગ્ર વિશ્વ અને દેશમાંથી કોરોના સામેના આ જંગમાં કોરોના વોરિયર્સ પોતાની તમામ શક્તિ ખર્ચીને ‘સર્વે ભવેન્તુ સુખીનઃ સર્વે સન્તુ નિરામયા’ની ભાવનાથી કામગીરી કરી રહ્યા છે. આવી જ પ્રશંસનીય કામગીરી મોરબી જિલ્લાની આંગણવાડી કાર્યકરો કોરોના વોરિયર્સ બનીને કોઇ પણ પરિસ્થિતિમાં ખડે પગે કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે.

સરકારની સુચના મુજબ સગર્ભા ધાત્રી કિશોરીઓ તેમજ ૬ માસ થી 3 વર્ષના બાળકોને ઘરે ઘરે જઈને ટેક હોમ રાશન આ લોકડાઉનની પરિસ્થિતિમાં આંગણવાડી કાર્યકરોએ આપવાનું છે ત્યારે સ્વસ્થ આંગણવાડી કાર્યકરો તો ફરજ બજાવે છે તેની સાથે અનેક શારીરિક તકલીફો વચ્ચે પણ સંકટની આ ઘડીને અવસરમાં ફેરવવા ઘણા આંગણવાડી કાર્યકરો સ્વેચ્છાએ નૈતિક હિંમત સાથે કામગીરી કરે છે.

મોરબી જિલ્લાના ખાખરાળા સેજાના દુર્ગાબેન મુકેશભાઇ કડીવારને કેન્સર જેવી ગંભીર બિમારી છે. વાંકાનેર ઘટક શગુફ્તાબેનને ગર્ભાશયમાં આવેલી ફેલોપિયન ટ્યૂબની ગંભીર તકલીફ છે. તો વાંકાનેર ઘટક ૧ ના જ લીંબાધાર આંગણવાડી કેન્દ્રના નીલમબેન ને ૯ માસનું નાનું બાળક છે. મોરબી ઘટક ૧ ના પરમાર ચંદ્રિકાબેન, મોરબી ઘટક ૨ ના રંગપર સેજાના હેતલબેન વી. બોરિચા અને આમરણ સેજાના જીવાપર કેંદ્રમાં ફરજ બજાવતા ઈલાબેન અત્યારે સગર્ભા અવસ્થામાં પણ THR (ટેક ટુ હોમ રાશન) વિતરણ HOUSE TO HOUSE સર્વે અને અન્ય તમામ કામગીરી ખૂબ જૂસ્સાપૂર્વક અને ખંત થી કામગીરી કરી રહ્યા છે.

- text

બીજી બાજુ રંગપર સેજાના પ્રભાબેન મનજીભાઇ પગની તકલીફ છે દિવ્યાંગ હોવા છતાં સરકારના આદેશ મુજબ ઘરે ઘરે જઈને THR (ટેક ટુ હોમ રાશન)નું તેઓ વિતરણની કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ એચએએલ સંક્રમણ અટકાવવા પંચાયતે ટીમ બનાવી છે તેમાં પણ તેઓ જાગૃત મહિલા સભ્ય તરીકે વિશેષ ફરજ બજાવે છે.

લેખન અને સંકલન : ઘનશ્યામ પેડવા (સહાયક માહિતી નિયામક, મોરબી)

મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text