ફાટસર ગામના જગતના તાતે કોરોનાને માત આપવા રૂ. 50 હજારનું અનુદાન કર્યું

- text


મોરબી : મોરબી તાલુકાના ફાટસર ગામમાં ખેડુતો દ્વારા કોરોના વાઈરસ સામે લડવા પી.એમ. કેર્સ ફંડમાં કુલ રૂ. 50,555નો ફાળો એકત્રીત કરેલ છે. જેનો ચેક આજ તા. 27ના રોજ સરપંચ કે. બી. રાઠોડ દ્વારા જિલ્લા અધિક કલેક્ટર કેતન જોશીને અર્પણ કરવામાં આવ્યો છે. આમ, કોરોના સામેની જંગમાં જગતના તાત એવા ખેડૂતોએ પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો છે.

- text