ટંકારાના વાઘગઢ ગામે જૂની માથાકૂટનો ખાર રાખીને યુવાનને ધમકી આપી

- text


ટંકારા : ટંકારાના વાઘગઢ ગામે જૂની માથાકૂટનો ખાર રાખીને યુવાન ઉપર એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના ધુનડા (ખાનપર) ગામે રહેતા મનોજભાઇ તુલશીભાઇ કાસુન્દ્રા ઉ.વ-૩૨ નામના યુવાને પીન્ટુભાઇ રહે. મેઘપર ઝાલા, ટંકારા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા ૨૦ના રોજ વાધગઢ ગામના પાદરમા ફરીયાદીના ભાઇની ગાડી અગાઉ ભટકાયેલ હોય જેનો ખાર રાખી આરોપી ફરીયાદીની ગાડી વાઘગઢ ગામના પાદરમાં ઉભી રખાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની ગાડીની પાછળ લોખંડના પાઇપનો ઘા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ફરિયાદ નોંધીને ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text