વાંકાનેરમાં સામાન્ય બાબતે મહિલા સહિત બે વ્યક્તિને માર માર્યાની ફરિયાદ

- text


6 શખ્સો સામે માર માર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાનપર ગામે સામાન્ય બાબતે યુવતી સહિત બે વ્યક્તિઓને 6 શખ્સોએ માર માર્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર તાલુકા પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જયોતીબેન રધુભાઇ કુણપરા (ઉ.વ. ૩૨, રહે. ગામ કાનપર, તા. વાંકાનેર) વાળીએ આરોપીઓ લાભુબેન નાજાભાઇ કુણપરા, સંજયભાઇ નાજાભાઇ કુણપરા, મહેશભાઇ કાનજીભાઇ કુણપરા, પ્રકાશભાઇ લાખાભાઇ કુણપરા તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે કાનપર ગામે ફરીયાદી પોતાના ગામમાં દુધ લેવા જતા હતા ત્યારે સામેથી એક આરોપીએ આવી ‘તુ મારી સામે ભટકાવવા આવતી હતી’ તેમ કહી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો બોલીને કુહાડીનો ઉંધો ભાગ માથામા મારી ઇજા પહોચાડી તેમજ અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો શરીરે મુંઢ મારમારી તેમજ સાહેદ સંજય રધુભાઇને લાકડી વતી શરીરે મુંઢ માર મારી ગાળો આપી હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text