મોરબી જિલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા વધુ 84 લોકો સામે ગુન્હો દાખલ

- text


મોરબી એ.ડીવી.માં 38, બી ડીવી.માં 08, મોરબી તાલુકામાં 1, વાંકાનેર સીટી.માં 9, વાંકાનેર તાલુકામાં 03, ટંકારામાં 19, હળવદમાં 05 અને માળીયા મી.માં 01 સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ : મોરબી સીટી. એ.ડીવી.માં 1 મહિલાઓ વિરુદ્ધ પણ ગુન્હો દાખલ

મોરબી : જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ શનિવારે કુલ 84 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જે મુજબ મોરબી એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 38, બી ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં 08, મોરબી તાલુકામાં 01, વાંકાનેર સીટી.પોલીસ સ્ટે.વિસ્તારમાં 09, વાંકાનેર તાલુકામાં 03, ટંકારામાં 19, હળવદમાં 05 અને માળીયા મી. પીલીસ સ્ટે.ની હદમાં 01 સહિત કુલ 84 લોકો સામે આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પૈકી ઘણા દુકાનદારો, શાકભાજીની ધંધાર્થી મહિલાઓ અને કારણ વગર ઘર બહાર નીકળતા લોકોનો સમાવેશ થાય છે. મોરબી એ ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં કાલિકા પ્લોટ, નગર દરવાજા વિસ્તારમાં એક મહિલા રાજકોટ સ્થિત રામનાથપરા વિસ્તારના તેના સાસરીયેથી મોરબી આવતા તેની સામે અલગથી ગુન્હો દાખલ થયો છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text