મોરબી શહેરના આંતરિક રસ્તાઓ ઉપર પણ પોલીસની ટીમો દ્વારા સઘન ચેકીંગ શરૂ

- text


શહેરમાં આંતરિક આવાગમન કરતા તમામના નામ સહિતનો રેકોર્ડ રાખવાની કાર્યવાહીથી ખાસ કામ વગર બહાર નીકળતા લોકો પર ચાંપતી નજર

મોરબી : શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર જે રીતે આવતા જતા તમામ લોકોની સઘન ચકાસણી અને નોંધણી થઈ રહી છે તે જ રીતે હવે મોરબી શહેરમાં આંતરિક આવાગમન કરતા લોકોની નોંધ રાખવાનું શરૂ થયું છે.

- text

શહેરના મુખ્ય ચોંકો જેવા કે નહેરુગેટ ચોક, પોસ્ટઓફિસ અને ત્રિકોણબાગ સહિતના વિસ્તારમાં આવતા લોકોને અટકાવીને નામ સરનામું પૂછી ક્યાં કારણોથી બહાર નીકળ્યા છે તે જાણી એક રજીસ્ટરમાં તેની નોંધ રાખવામાં આવી રહી છે. આનાથી કારણ વગર વારંવાર કોઈને કોઈ બહાના બતાવીને બહાર નીકળતા લોકો ઉપર રોક લગાવી શકાશે. પાછલા બે દિવસથી લાગુ કરવામાં આવેલી આ વ્યવસ્થા હવે સુદ્રદ્ધ બનાવવામાં આવી છે. તંત્રએ લોકોએ ફરી એકવાર ચેતવણી આપી છે કે ઘર બહાર નિકળનાર તમામ લોકોની નોંધ રાખવામાં આવી રહી છે આથી કોઈ ખાસ કારણ વગર લોકો ઘરમાંથી બહાર ન નીકળે.

- text