મોરબીમાં ભીડને પગલે એસપી ખુદ મેદાનમાં આવ્યા : કડક ચેકીંગના આદેશ

- text


આજે સોમવારે બેંકો ખુલતાં અને રેશનિંગનો લાભ લેવા માટે લોકોની વધારે ચહલ પહલ દેખાતા પોલીસે કડક કાર્યવાહી કરી : બિનજરૂરી કામે નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી

મોરબી : આજે લોકડાઉનનો 20મો દિવસ છે. ત્યારે આજે સોમવારે તમામ બેંકો ખુલી જતા અને સરકારના રેશનિંગ વિતરણ માટે લોકો ઉમટી પડ્યા હતા. ભીડ ધ્યાને આવતા ખુદ એસપી મેદાને આવ્યા હતા. એસપી સહિતના પોલીસ સ્ટાફે કડક ચેકિંગ કરી માત્ર અગત્યના કામ માટે નીકળેલા લોકોને જવા દઈને વધારાના લોકોને દૂર કરવા કડક કાર્યવાહી કરી હતી.

- text

મોરબીની બજારોમાં આજે થોડી વધુ લોકોની ચહલ પહલ દેખાઈ હતી. આજે સોમવાર હોવાથી તમામ બેંકો ખુલી હતી તેમજ સરકાર દ્વારા મધ્યમ વર્ગીય માટે વિનામૂલ્યે રેશનિંગનું વિતરણ શરૂ થયું હોવાથી લોકોની સામાન્ય દિવસો કરતા થોડી વધારે ભીડ દેખાઈ હતી. આ દરમિયાન જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા રાઉન્ડમાં નીકળ્યા હતા. તે સમયે રેલવે સ્ટેશન રોડ ઉપર વધુ માણસો જતા દેખાતા એસપી અને એલસીબી પીઆઇ, એ ડિવિઝન અને બી ડિવિઝન સહિતના પોલીસ સ્ટાફે વધારાના લોકોને અટકાવ્યા હતા. જ્યારે સ્થળ પરના પોલીસ સ્ટાફને બિનજરૂરી કામ માટે નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. ઉપરાંત એસપી ખાસ્સો સમય નિરીક્ષણ કરીને જરૂરી કામ માટે નીકળેલા લોકોને જવા દઈને બિનજરૂરી કામે નીકળેલા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી.

- text