બીલીયા ગ્રામ પંચાયત દ્વારા ઘરે-ઘરે માસ્કનું વિતરણ કરાયું

- text


મોરબી : હાલમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તેનો ચેપ ના લાગે તે માટે માસ્કનો ઉપયોગ જરૂરી છે. ત્યારે બીલીયા ગ્રામ પંચાયત દ્વારા બીલીયા ગામમાં ઘરે-ઘરે સરપંચ અને તલાટી મંત્રીની હાજરીમાં માસ્કનું વિતરણ કરવાંમાં આવ્યું હતું. આમ, બીલીયા ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસથી બચવા તકેદારીના પગલાં લેવાયા હતા.

- text