મોરબી : બાઇક ચોરી કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી એલસીબી

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઇક ચોરી કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં જ એલસીબીએ ઝડપી લીધો હતો.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાની વાહન ચોરીના કેસ ઉકેલવાની સૂચના આપતા એલસીબી સ્ટાફ મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે પ્રિયા ગોલ્ડ સીરામીક કારખાના પાસે પટ્રોલીગમાં હતા.તે દરમિયાન એલસીબી સ્ટાફના ભરતભાઇ ઝીલરીયા અને આસિફભાઈ ચાણકયાને મળેલી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઇક ચોરી કરનાર આરોપી રાજેશ ઉર્ફે રાજ ઉર્ફે ભમરી જગાભાઈ વાઘેલા રહે ભરતનગર મફતિયાપરા માળીયા ફાટક વાળાને ચોરાઉ બાઇક સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text