માળીયાના ખાખરેચી ગામે જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

- text


 

પોલીસે જુગારીઓ પાસેથી રૂ.1.93 લાખની રોકડ સહિત કુલ રૂ.2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામે પોલીસે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે જુગારીઓ પાસેથી રૂ.1.93 લાખની રોકડ સહિત કુલ રૂ.2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ જુગારની રેડની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ આર.ટી.વ્યાસની સુચનાને પગલે સ્ટાફના તેજપાલસિંહ અને રાજેન્દ્રસિંહની બાતમીના આધારે માળીયા પોલીસે ખાખરેચી ગામે સીમમાં દિનેશભાઇ શંકરભાઇ પારેજીયાની વાડીની ઓરડીમાં ચાલતા જુગરધામ પર રેડ કરી હતી.પોલીસે આ સ્થળે જુગાર રમતા દિનેશભાઇ પારેજીયા ,કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા ,હરેશભાઇ પ્રભુભાઈ પટેલ ,પ્રતાપભાઈ ભાવુભાઈ પઢીયાર ,રમેશભાઈ ચુનીલાલ ઠક્કર ,દિનેશભાઇ બાબુભાઇ લોલાડીયા ,હિતેશભાઈ કાંતિલાલ પારેજીયા ,યોગેશભાઈ વાલજીભાઈ સોનાગ્રાને રૂ.1.93 લાખની રોકડ સહિત કુલ રૂ.2.58 લાખનો મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text