નારી તું નારાયણી : હળવદની મહિલા પતિનો પગ કપાયા બાદ ચિચોડો ચલાવી બે સંતાનોને ઉછેરે છે

- text


પતિ કમાતા બંધ થયા એટલે તુરંત જ પોતે ઘરની જવાબદારી માથે લઈને કમાવા લાગ્યા

હળવદ : ખરેખર મહિલા સશક્તિકરણ શબ્દ જ ખોટો છે. કારણકે મહિલા કઈ પણ કરવા માટે સશક્ત જ છે. બસ જાગૃત થવાની જરૂર છે. માટે મહિલા જાગૃતિકરણ શબ્દનો પ્રયોગ થવો જોઈએ. ગમે તેવા સંજોગોમાં મહિલા જરૂર પડ્યે પુરુષથી પણ સમોવડી બનવા સક્ષમ છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ હળવદની મહિલા છે. જેના પતિનો પગ કપાયા બાદ તે શેરડીનો ચિચોડો ચલાવીને પોતાના સંતાનોને ઉછેરી રહી છે.

હાલ હળવદમા રહેતા અને મૂળ મહારાષ્ટ્રના ૮ ચોપડી ભણેલા ઇન્દિરાબેન જેઓની ઉંમર ૪૩ વર્ષની છે. તેઓના પતિ તુલસીરામ ચૌહાણ ઉ.વ.૪૫ પાચેક વર્ષ પહેલાં કલકતાની એક ફેકટરીમાં કામ કરતા હતા. જ્યાં તેઓ સાથે અકસ્માત થતા તેઓનો એક પગ કપાવવાની નોબત આવી હતી. પગ કપાવવાના કારણે તુલસીરામ કામ કરી શકતા ન હતા. આવા કપરા સમયે પોતાના બે સંતાનોનું લાલન પાલન કેમ કરવું તે પ્રશ્ન ઉભો થયો હતો.

- text

ત્યારે ઈન્દિરાબેન એ મક્કમતાથી ઘરની જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું અને તેઓ મહારાષ્ટ્રમાં છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા તા જ્યારે તેઓ ઉનાળામાં ચાર મહિના હળવદ આવે છે અને સેરડીના રસનો ચિચોડો ચલાવી પૈસા કમાઈ છે. આ પૈસાથી તેઓ પોતાના એક દીકરી અને દીકરો તેમજ પતિનું ભરણપોષણ કરે છે. ઈન્દિરાબેન આજની તમામ મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે અને જે લોકો મહિલાઓને ઓછી આંકે છે તેઓ માટે ઈન્દિરાબેન જડબાતોડ જવાબ પણ છે.

- text