મોરબી નજીક ટેન્કરે બાઇકને હડફેટે લેતા પ્રૌઢનું મોત

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે પર ટેન્કર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા બાઇક સવાર પ્રૌઢનું મોત નીપજ્યું હતું.આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા વનરાજસિંહ ગોવુભા ઝાલા ઉ.વ.55 નામના પ્રૌઢ ગઈકાલે સાંજના સમયે પોતાનું બાઇક લઈને મોરબી માળીયા હાઇવે પર પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવતા જી.જે.03 એ ટી 427 નંબરના ટેન્કર ચાલકે બાઇકને પાછળથી હડફેટે લેતા સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઇક સવાર વનરાજસિંહ ગોવુભા ઝાલાનું મોત નીપજ્યું હતું.બાદમાં આ બનાવ અંગે મૃતકના પુત્ર ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ટેન્કર ચાલક સામે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

- text

- text