રામપરમાં સુમરીયુ દાદીના ઉર્ષ મુબારકની ઉજવણી યોજાશે

- text


માળીયા (મી.) : કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાના રામપર ગામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે સુમરીયુ દાદીના ઉર્ષની ઉજવણી સાથે સમુહ લગ્નનુ પણ આયોજન કરવામાં આવનાર છે. ગુજરાતભરમાં વસતા સુમરા સમાજના લોકો આ ઉર્ષ મુબારકમાં હજારોની સંખ્યામાં આ પવિત્ર જગ્યાએ હાજર રહી પોતાના પુર્વજોને યાદ કરે છે.

- text

આ તકે સુમરીયુ દાદી ટ્રસ્ટના આગેવાન હાજી અલ્લાના સાહેબે જણાવેલ કે દર વર્ષે કચ્છ, મોરબી, જામનગર, સુરત જેવા જીલ્લાઓ સહિત રાજસ્થાન જેવા રાજ્યોમાં સ્થાય થયેલ સુમરા સમાજના લોકો અહી હાજર રહી પોતાના પુર્વજો અને ઇતિહાસને યાદ કરે છે. આ વર્ષે ઉર્ષ સાથોસાથ સમુહ લગ્નનુ પણ આયોજન કરવામાં આવેલ છે. આ તકે તારીખ ૮-૩-૨૦૨૦ ને રવિવારના રોજ આ કાર્યક્રમમાં ગુજરાતભરના સુમરા સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહેશે.

- text