પીપળી ગામના સ્મશાન પાસેથી 32 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

- text


મોરબી : તાલુકાના પીપળી ગામના સ્મશાન પાસેથી 32 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી તા.પો.ના. એ.એસ.આઈ જે.પી. કણસાગરાએ તાલુકાના પીપળી ગામના સ્મશાન પાસેથી લાલજી ઉર્ફે લાલો બધાભાઈ ઝાલા ઉં.વ. 28, રહે. વેલાડા રાયસંગપર તા. મૂળી, જી.સુરેન્દ્રનગર વાળાને 2 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ખરીદીને લઈ જતા ઝડપી પાડ્યો હતો જ્યારે તેની પૂછપરછમાં ખૂલેલ વિગત પ્રમાણે ઉક્ત સ્થળે દરોડો પાડતા દારૂનું વેચાણ કરી રહેલા અનિલભાઈ મહેન્દ્રદાસ રામાનુજ ઉં.વ. 21 ધંધો ખાનગી નોકરી, રહે. હરિઓમ પાર્ક, ઘુટું રોડ વાળાને વેચાણ અર્થે સંતાડી રાખેલો 30 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. આમ દારૂ વેંચનાર તથા ખરીદનાર બન્ને પાસે મળીને કુલ 32 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 9600ના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text