મોરબીનાં મનોદિવ્યાંગ બાળકે રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા ઝળકાવી

- text


ભોપાલમાં યોજાયેલ મીડિયા મહોત્સવમાં મનોદિવ્યાંગ બાળકને સન્માનિત કરાયો

મોરબી : જન્મથી જ ડાઉન સિન્ડ્રોમ (મંદબુદ્ધિ) બાળક હોવા છતાં પરિવારનો પૂરતો સમય અને યોગ્ય વાતાવરણ સાથે પદ્ધતિસરનું સ્પેશિયલ તાલીમી શિક્ષણ મળતા જય વ્યાસ એ મનોદિવ્યાંગ હોવા છત્તા એક્ટિવિટી અને સ્પોર્ટસમાં ખુબ જ આગળ વધી મોરબીનું ગૌરવ વધારેલ છે.

- text

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલના અધ્યક્ષ સ્થાને મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયમાં ગત તા. 22 અને 23 ફેબ્રુઆરીના રોજ મીડિયા મહોત્સવનું આયોજન થયેલ હતું. જેમાં દેશભરમાંથી સંપાદક, લેખક, પત્રકાર સહિતના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં મોરબીના મનો દિવ્યાંગ બાળક જય વ્યાસ એ મોડેલિંગ-ફોટોગ્રાફી કેટેગરીમાં પોતાના મનોભાવ સુંદર રીતે બતાવી “વિશિષ્ટ પ્રતિભા સન્માન ” મેળવ્યું છે. તેમજ સર્ટીફીકેટ સાથે તેમની પ્રતિભાને સન્માનિત કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે જય વ્યાસ આગામી દિવસોમાં દિલ્હી ખાતે મોડેલિંગ અને ફેશન શો માટેના વર્કશોપમાં તાલીમ મેળવશે.

- text