હળવદમા દિવ્યાંગો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ : જિલ્લાની ૧૦ ટીમોએ ભાગ લીધો

- text


જિલ્લામાં સૌપ્રથમ વખત શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા બે દિવસીય દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન

હળવદ : દેશ દુનિયામાં ક્રિકેટ મેચનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે હળવદ ખાતે જિલ્લામાં સૌપ્રથમ વખત શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા આજથી બે દિવસીય દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે અને આજથી દિવ્યાંગો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે.જેમાં ૧૦ જિલ્લાની ૧૨ ટીમો ભાગ લીધો છે. જ્યારે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે.

- text

વનડે અને ટ્વેન્ટી ટ્વેન્ટી મેચનો દિવસેને દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હળવદમા સૌપ્રથમ દિવ્યાંગો માટે આજથી બે દિવસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આજથી આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે.જેમાં જિલ્લાના દિવ્યાંગોની ૧૦ ટીમોએ ભાગ લીધો છે. દસ દસ ઓવરની ટુર્નામેન્ટમાં ખાસ કોમેંટ્રી સાથે વિજેતા ટીમને ટ્રોફી ,મેન ઓફ ધી મેચ,મેન ઓફ ધી ટુર્નામેન્ટ સહિતના પુરસ્કારો આપી દિવ્યાંગોનો ઉત્સાહ વધારવામાં આવશે.હળવદમા શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય આયોજિત બે દિવસીય દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૦ જિલ્લાની કચ્છ, કચ્છ, જામનગર, ભાવનગર, સુરત,તાપી,વડોદરા, રાજકોટ, અમદાવાદ,પંચમહાલ, દાહોદ અને મહેસાણા સહિત ૧૨ ટીમો ભાગ લીધો હતો જેમાં ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો સહિતના ઉપસ્થિત રહી દિવ્યાંગોનો ઉત્સાહમાં વધારો કરશે સાથે ચેમ્પિયન ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજક જીતેન્દ્રભાઇ જોષી , વિજયભાઇ જોષી, અમ્રતભાઇ , કિશોરભાઇ નારદાણી સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text