ટંકારા-પડધરી વિસ્તારના નવા રોડ-રસ્તાઓ બનાવવાના કામને મંજૂરી

- text


ધારાસભ્ય લલિત કગથરાની રજૂઆત ફળી : આ કામ માટે કુલ રૂ. 585 લાખની ફાળવણી

ટંકારા : ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાની રજૂઆતને ધ્યાને લઇ નાયબ મુખ્યમંત્રી દ્વારા ટંકારા-પડધરીના નવા રોડ-રસ્તાઓ બનાવવાના કામ માટે રૂ. 585 લાખની ફાળવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

- text

ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય લલિત કગથરાની રજૂઆતને લઈને ગુજરાત રાજ્ય માર્ગ-મકાન મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટંકારા-પડધરી વિસ્તારના નવા રોડ-રસ્તાઓ મંજૂર કર્યા છે. નવા રોડ-રસ્તાઓ બનાવવાના કામ માટે નાની વાવડીથી શનાળાના રસ્તા માટે રૂ. 230 લાખ, રાજપર એપ્રોચથી નસીતપરના રસ્તા માટે રૂ. 60 લાખ, રાજપર બાયપાસ રોડ માટે રૂ. 45 લાખ, જેપુરથી ગોરખીજડીયાના રસ્તા માટે રૂ. 150 લાખ તથા ખેવરીયાથી નારણકાના રસ્તા માટે રૂ. 100 લાખ, આમ કુલ રૂ. 585 લાખની ફાળવણી કરવામાં આવી છે.

- text