મોરબીમાં કોમી એકતાના પ્રતીક સમાં હિન્દૂ-મુસ્લિમ સમુહલગ્ન યોજાયા

- text


બન્ને કોમના કુલ 30 નવ દાંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબી : મોરબીમાં કોમી એકતાના પ્રતીક સમાં હિન્દૂ-મુસ્લિમ સમુહલગ્ન યોજાયા હતા.જેમાં બન્ને કોમના કુલ 30 નવ દાંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.આ તકે બન્ને કોમમાં સંતો મહંતો અને સામાજિક ,રાજકીય સહિત તમામ ક્ષેત્રેના અગ્રણીઓ ઉપસ્થિત રહીને કોમી એકતાની મિશાલ કાયમ કરી હતી.

- text

મોરબીમાં ગુજરાત હજ સમિતિના મેમ્બર સૈયદ એહમદ હુશેનમીયાં હાજી સીકંદરમિયાં કાદરી તથા હઝરત બાવા અહમદશાહ ગ્રુપ દ્વારા આજે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 22માં હિન્દૂ-મુસ્લિમ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમી એકતાના પ્રતીક રૂપ યોજાયેલા આ સ્મૃહ લગ્નોત્સવમાં એક જ મંડપ નીચે કલમા પઢી અને હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી બન્ને સમાજના કુલ 30 જેટલા યુગલોએ સંસાર જીવનની મંગલમય શરૂઆત કરી હતી.આ પ્રસંગે બન્ને કોમના સંતો મહંતો અને સામાજિક , રાજકીય સહિત તમામ ક્ષેત્રેના અગ્રણીઓ એક જ મંડપ નીચે એકઠા થઈને આ કોમી એકતાના પ્રસંગને ચાર ચાંદ લગાવી લીધો હતો.બન્ને સમાજના લોકોએ પરસ્પર સાથે મળીને હેતપ્રેમથી આ પ્રસંગ ઉજવને ભાઈચારોની અંખડ ભાવનાને વધુ સુદ્રઢ બનાવી હતી.બન્ને સમાજના અગ્રણીઓએ નવ યુગલોને આશીર્વાદ આપીને સમગ્ર દેશમાં જ્ઞાતિ-જાતિના બંધનોને ત્યજીને દરેક માણસ વચ્ચે સદાય પરસપર પવિત્ર સ્નેહ અને અખડ ભાઈચારો રહે એવું આહવાન કર્યું હતું.

- text