મોરબીના મકનસર ગામે ટ્રક હડફેટે રાહદારીનું મોત

- text


મોરબી : મોરબીના મકનસર ગામે ટ્રકની હડફેટે એક રાહદારીનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે બનાવની નોંધ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મકનસર ગામ સામે આવેલ ગોકુલનગરમાં રહેતા અરજણભાઈ ખાંભલા રસ્તા ઉપર ચાલીને જતા હતા તે વેળાએ ટ્રક નંબર જીજે 03 બીયું 4142એ તેમને હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિજયભાઈ અરજણભાઈ ખાંભલાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

- text