મોરબીમાં બાઇકની ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી : એકની ધરપકડ

- text


મોરબી : મોરબીમાં કંડલા બાયપાસ રોડ ઉપર દલવાડી હોટેલ પાસેથી થોડા સમય પૂર્વે એક બાઇકની ચોરી થઈ હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે એલસીબીની ટીમે બાતમીના આધારે આ કામના આરોપી પ્રકાશગીરી ઉર્ફે પતિયો દીનેશગીરી ગોસ્વામી રહે. દલવાડી હોટેલ પાસે, 25 વારીયા શેરી નંબર-1વાળાને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી આરોપીને એ ડિવિઝન પોલીસને સોંપેલ છે.

- text