મોરબી : ભારતમાતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ઉધોગપતિ સમેલન યોજાયું

- text


સરસ્વતી શિશુમંદિર ખાતે યોજાયેલા ઉધોગપતિ સમેલનમાં ઉધોગો થકી સમૃદ્ધ રાષ્ટ્ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા પર ભાર મુકાયો

મોરબી : મોરબીના શનાળા પાસે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ભારત માતાના મંદિરના તા.29 જાન્યુઆરીથી 2 ફ્રેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક નાગરિક પહેલા રાષ્ટ્નું હિત વિચારે અને સમાજ તથા અસરકારક સંગઠન વિશે સમજ કેળવાઈ તે માટે આ ભારત માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે અનેકવિધ દેશહિત અને સમજલક્ષી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

- text

મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ગઈકાલે રાત્રે મોરબીના ઉધોગકારોનું સેમલન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના ભીખુભાઇ દલસાણીયા ,સાંસદ મોહનભાઇ કુંડારિયા ,મોરબી સીરામીકના ચાર એસોસિએશનના પ્રમુખો મુકેશભાઈ ઉઘરેજા, નિલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા, કિરીટભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં ઉધોગકારો હાજર રહ્યા હતા. આ ઉધોગપતિ સંમેલનમાં દરેક ઉધોગપતિઓ પ્રથમ દેશના હિતનું વિચારે પછી જ પોતાના ઉધોગોનો વિકાસ કરે અને ઉધોગો થકી જ સમૃદ્ધ રાષ્ટ્ તથા તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તે માટે મનન ચિંતન કરવામાં આવ્યું હતું. જેમાં ઉધોગકારોએ પોતાના ઉધોગો થકી જ દેશ અને સમાજનો ઉમદા રીતે વિકાસ થાય તે માટેની કટીબદ્ધતા દર્શાવી હતી.એકંદરે ઉધોગો થકી દેશ અને સમાજમાં ખુશાલી આવે તેવા પ્રયાસો કરવા પર ભાર મુકાયો હતો.

- text