મોરબીમાં રાષ્ટીય કૃત બેંકોની આજથી બે દિવસની હડતાલ : બેંક કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

- text


હડતાલમાં 19 જેટલી રાષ્ટીય કૃત બેંકોના 550 કર્મચારીઓ જોડાયા

મોરબી : પડતર માંગણીઓને લઈને રાષ્ટ્રીય કૃત બેંકોની આજથી બે દિવસ માટેની હડતાલનો પ્રારંભ થયો છે. આ હડતાલમાં મોરબીની 19 જેટલી રાષ્ટીય કૃત બેંકોના 550 કર્મચારીઓ જોડાયા છે.આ બેંકના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્ને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text

રાષ્ટ્રીય કૃત બેંકોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. બેંક યુનિયન દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોની બે દિવસની હડતાલ જાહેર કરવામાં આવી છે. જેમાં આજે શુક્રવાર અને કાલે શનિવાર એમ બે દિવસ સુધી રાષ્ટ્રીય કૃત બેંકોની સજ્જડ હડતાલ રહેશે. ત્યારે આ હડતાલમાં મોરબીની 19 થી વધુ રાષ્ટીય કૃત બેંકોના 550 કર્મચારીઓ જોડાયા છે. આ કર્મચારીઓએ આજે હડતાલ પાડીને મોરબીની બેંક ઓફ ઇન્ડિયા શાખા ખાતે એકત્ર થઈને પોતાની પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. કાલે શનિવારે પણ આ કર્મચારીઓએ હડતાલ પાડીને મોરબીની એસબીઆઈ બેંક શાખા પાસે વિરોધ પ્રદર્શન કરશે. રાષ્ટ્રીય કૃત બેંકોની બે દિવસની હડતાલથી બેકના નાણાકીય વ્યવહારો ઠપ્પ થઈ ગયા છે અને લોકોની માઠી દશા થઈ ગઈ છે.

- text