ગજબ છે.. મોરબીના પ્રવેશદ્વાર સમો ઉમિયા સર્કલ વિસ્તાર વગર વરસાદે પાણીમાં ગરકાવ!!

- text


અગાઉ ખરાબ માર્ગની મરામત્ત કરાયા બાદ પોલ ખુલી : પાણી વિતરણ સમયે ગટર ઉભરાતા ઉમિયા સર્કલે પાણીના સરોવર ભરાયા : ફરી રોડ ઉપર ખાડા પડતા વાહનચાલકો પરેશાન

મોરબી : મોરબીના પ્રવેશદ્વાર સમાં ઉમિયા સર્કલ વિસ્તાર વગર વરસાદે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય એવી હાલત છે. જેમાં અહીં પાણી વિતરણ સમયે ગટર ઉભરાતી હોવાથી ઉમિયા સર્કલે પાણીના સરોવર ભરાયા છે. જો કે થોડા સમય પહેલા તંત્ર દ્વારા અહીં ખરાબ માર્ગની મરમત્ત કરાઈ હતી. પણ આ પાણી ભરાવવાને કારણે પોલ ખુલી ગઈ છે અને માર્ગ પર ઠેરઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મોરબી શહેરના હાર્દ સમાં શનાળા રોડ ઉપર આવેલ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ઉમિયા સર્કલે તંત્રના પાપે વાહન ચાલકો અને વેપારીઓને ભોગવવી પડતી યાતના યથાવત રહી છે. ખાસ કરીને ઉમિયા સર્કલ પાસે ગટર ઉભરવાની સમસ્યાનું ઘણા સમયથી ગ્રહણ લાગ્યું છે. ત્યારે ફરી આજે ઉમિયા સર્કલ વિસ્તાર વગર ચોમાસે પાણી પાણી થઈ ગયો હતો. જેમાં ગટરની ગંદકી ઉભરાઈ હતી તેમજ પાણી વિતરણ સમયે આ ગટર ભારે ઓવરફ્લો થઈ હતી.તેથી ઉમિયા સર્કલ પાસેનો વિસ્તારમાં નદીના વહેણની માફક પાણી ફરી વળ્યાં હતા અને રોડ ઉપર ગંદા પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

જો કે ઉમિયા સર્કલ પાસેનો રોડ ચોમસાથી બદતર હાલતમાં છે. ઠેર-ઠેર રોડ ઉપર ખાડા પડી ગયા બાદ આંખરે થોડા સમય પહેલા તંત્ર દ્વારા અહીં રોડનું રિપેરીગ કરવામાં આવ્યું હતું. પણ તંત્રએ અહીં રોડના રિપેરીગની થુંકના સાંધા જેવી જ કામગીરી કરતાં આજે પાણી ભરાતા તંત્રની પોલ ખુલી ગઈ હતી અને ફરી રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા છે. જો કે ઉમિયા સકેલ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર હોવાથી અહીં 24 કલાક મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. આ ઉપરાંત, અહીં અનેક દુકાનો આવેલી છે. તેથી, વેપારીઓને આ ગટરના પાણીથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે જવાબદાર તંત્ર આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવે તેવી સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે.

- text