મોરબીના ઈ. લાયોનેસ કલબ દ્વારા ગણતંત્ર દિવસની હરખભેર ઉજવણી

- text


મોરબી : ગઇકાલે તા. 26-01-2020ના રોજ મોરબી ઈ. લાયોનેસ કલબ દ્વારા ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે માટે મોરબીમાં સામાકાંઠે આવેલી ઋષિકેશ વિદ્યાલયમાં ઈ. લાયોનેસ કલબ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તેમજ વિવિધ રમતગમત સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું.

- text

આ કાર્યક્રમ અંતર્ગત ઋષિકેશ વિદ્યાલયના 12 તેજસ્વી તારલાઓને મોરબી ઈ. લાયોનેસ ક્લબ તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ મેવાડા સર દ્વારા ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈએ ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો. સમગ્ર કાર્યક્રમમાં ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, વાઇસ પ્રેસિડેન્ટ ધ્વનિબેન માર શેટ્ટી, પ્રફુલાબેન કોટેચા, દેવિકાબેન મહેતા સહિત ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text