મોરબીમાં નિર્મિત સૌપ્રથમ ભારત માતા મંદિરનો તા.2એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


શિશુમંદિર શાળા, શનાળા ખાતે ભવ્ય મહોત્સવ યોજાશે : મહોત્સવ અંતર્ગત દાદા-દાદી સંમેલન, સેવા કાર્યકર્તા સંમેલન જેવા અનેક અનોખા કાર્યક્રમ યોજાશે

મોરબી : એક નાગરિક તરીકે ગૌરવ લેવા જેવી હકીકત છે કે વિશ્વના તમામ દેશોમાં માત્ર આપણા ભારત દેશને જ માતાનું બિરુદ આપવામાં આવેલ છે. તેમજ સામાન્ય રીતે, ભગવાનના કે સાધુ-સંતોના મંદિરો બનાવવામાં આવે છે. પરંતુ મોરબીમાં શકત શનાળા ખાતે ભારત માતાનું મંદિર બનાવવામાં આવેલ છે. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત, આ મહોત્સવ અંતર્ગત દાદા-દાદી સંમેલન, સેવા કાર્યકર્તા સંમેલન જેવા અનેક અનોખા કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

મોરબીના શકત શનાળામાં આવેલ વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુ મંદિર ખાતે શિક્ષણની સાથે વાતાવરણને રાષ્ટ્રીય અને આધ્યાત્મિક બનાવવા માટે વિદ્યાલયના પરિસરમાં ભારત માતાનું મંદિર બનાવવામાં આવેલ છે. જેમાં તા. 2 ફેબ્રુઆરીએ બપોરે 12.39 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા બાવન શક્તિપીઠના સ્થાપનનુ આયોજન કરવામાં આવેલ છે. ભારત માતાની મૂર્તિની પ્રતિષ્ઠા શાસ્ત્રી ભારદ્વાજભાઈ સાતાના આચાર્ય પદે કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત 29મી જાન્યુઆરીએ સેવા કાર્યકર્તા સંમેલનમાં રાત્રે 9થી 11 કલાકે બગથળાના નકલંક ધામના મહંત દામજી ભગત આશીર્વચન આપશે તથા કેન્દ્રીય ગૌ વિદ્યાપીઠના કુલપતિ ડો. શૈલેષભાઇ ભીંડે વક્તવ્ય આપશે. તેમજ રાત્રે 8-45 કલાકે શૈક્ષણિક પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. 30મી જાન્યુઆરીએ ઉધોગપતિ સંમેલનમાં રાત્રે 9થી 11 કલાકે મેરા સમર્થ ભારતના રાષ્ટ્રીય સંયોજક મનીષભાઈ મંજુલ વક્તવ્ય આપશે. તેમજ 31મી જાન્યુઆરીએ અખંડ જ્યોત યાત્રા સમય ગેટથી ઉમિયા સર્કલ ખાતે બપોરે 3થી 6 કલાકે નીકળશે. જેમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે જાહેર સભા સંબોધવામાં આવશે અને શિક્ષક સંમેલનમાં રાત્રે 9થી 11 કલાકે વિદ્યાભારતી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપજી બેતકેકર વક્તવ્ય આપશે. તેમજ 1લી ફેબ.એ દાદા – દાદી સંમેલનમાં બપોરે 3થી 5 કલાકે પુનરુત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબહેન કાટદરે વક્તવ્ય આપશે અને લોક ડાયરોમાં રાત્રે 9 કલાકે લોક સંગીત એડવાઈઝર યોગેશદાન ગઢવી ડાયરાની પ્રસ્તુતિ કરશે.

- text

તા. 2જી ફેબ.એ સવારે 10 કલાકે શક્તિપીઠનું અનાવરણ અને બપોરે 11 કલાકે ભારતમાતાનું પૂજન કરવામાં આવશે. તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બપોરે 12.39 કલાકે શાળા ખાતે કરવામાં આવશે. પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેસીયાના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રવિકુમાર ઐય્યર પટેલ સમાજ વાડી ખાતે 4 કલાકે જાહેર સભા સંબોધશે તથા સાંજે 6-30 કલાકે પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયયુરભાઈ પારેખ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ દરેક કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકોએ ભાવિકોને આમંત્રણ પાઠવેલ છે.

- text