વઘાસિયા ટોલ નાકે સ્થાનિક ઉધોગકારો-કારોબારીઓને ટોલ ટેક્ષમાં મુક્તિ આપવા પ્રબળ બનતી માંગ

- text


દિવસભર મોરબી-વાંકાનેર વચ્ચે વ્યવસાય કરતા કારોબારીઓને ચૂકવવો પડે છે સેંકડો વખત ટોલ ટેક્સ 

મોરબી : મોરબી-વાંકાનેર જતા આવતા વચ્ચે આવતા વધાસીયા ટોલનાકે સ્થાનીય ઉધોગકારો તેમજ અન્ય વ્યવસાયધારકો રોજ સેંકડો વખત આવતા જતા હોય છે. જેઓએ દિવસમાં બધી વાર આ નાકે ટોલ ચૂકવવો પડી રહ્યો છે. જે બાબતને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ખાસ કરીને લુણસર રોડ પર સિરામીકના પ્લાન્ટો ખૂબ મોટા પ્રમાણમાં કાર્યરત છે. આ પ્લાન્ટોમાં આવતા રો-મટીરીયલ્સ સપ્લાયર્સ તેમજ વેપારી અને કર્મચારીઓને જેટલી વાર અહીંથી પસાર થાય ત્યારે ત્યારે ટોલટેક્સ ચૂકવવો પડે છે જે ઊઘાડી લૂંટ સમાન હોવાનો અવાજ ઉઠી રહ્યો છે. હાલ મોરબી અને વાંકાનેર ટ્વીન્સ સીટી છે ત્યારે ૨૦ કિલોમીટરથી ઓછા અંતરમા વચ્ચે જ ટોલનાકુ કાર્યરત કરીને લોકોના ખીસ્સા ખંખેરવામા આવતુ હોય તેવુ લોકો અનુભવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ ટોલનાકુ સિરામીક કલસ્ટર બહાર થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. થોડાક જ કિલોમીટર આવવા જવા માટે ચુકવવા પડતા વધુ ટોલટેક્સથી સ્થાનીય લોકોને રાહત મળવી જોઈએ એવી લોકલાગણી પ્રબળ બની રહી છે.

- text

જો આ ટોલનાકુ બદલી શકાય તેમ ના હોય તો ત્યાથી પસાર થતી GJ-3 અને GJ-36ની સિરીઝની ખાનગી કાર સહિતના અન્ય વાહનો માટે ટોલ ટેક્સ લેવામાંથી મુક્તિ આપવી જોઈએ અથવા આ સિરિઝના વાહનો માટે કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જોઈએ. સ્થાનીય આવાગમન કરનાર લોકો પર અસહ્ય બની રહેલા આ ટોલ ટેક્સ બાબતે સ્થાનીય નેતાગીરીએ પણ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવી જોઈએ એવી લોક માંગણી પ્રબળ બની રહી છે.

- text