મોરબી : આર્ટ ઓફ લિવિંગ દ્વારા બાલ ચેતના શિબિર યોજાઈ

- text


મોરબી : ટિવનિંગ પાર્ટનરશિપ એન્ડ ટીચર એક્સચેન્જ પ્રોગ્રામને વધુ અસરકારક બનાવવાના હેતુથી તથા બાળકો કંઈક નવું શીખે અને જાણે તે હેતુથી મેરૂપર પે સેન્ટર શાળામાં શ્રી શ્રી રવિશંકર મહારાજ પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ “બાલ ચેતના શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ઉપસ્થિત મેરૂપર અને સૂર્યનગરના બાળકોને આર્ટ ઓફ લીવીંગના પ્રશિક્ષક યોગેશભાઇ હીરાણી અને દર્શનાબેન જોષી દ્વારા યોગ પ્રાણાયામ તથા સ્વાસ્થ્યને લગતુ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ બાળકોને યોગ અને પ્રાણાયામનું સુંદર દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ શિબિરમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પૂરી પાડવામાં આવી તથા રમતો પણ રમાડવામાં આવી હતી. આ શિબિરમાં વિજયભાઇ જોબનપુત્રા, કમલેશભાઇ ગઢવી તથા ભરતભાઇ હિરાણીએ પણ ખાસ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા. બંને શાળાના શિક્ષકો અને બાળકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. સીઆરસી કોર્ડીનેટર કરશનભાઇ ડોડિયાએ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહી તમામને પ્રોત્સાહિત કરેલ હતા. આર્ટ ઓફ લિવિંગના આ શિબિરના માધ્યમથી બાળકોને ધ્યાન કેન્દ્રિત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ જાણવા મળી તથા નવા યોગ અને પ્રાણાયામ શીખવા મળ્યા હતા.

- text

શાળાના આચાર્ય ધનજીભાઈ ચાવડા એ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે બદલ આર્ટ ઓફ લીવીંગની પ્રશિક્ષક ટીમ મેમ્બરનો મેરુપર પે સેન્ટર શાળાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- text