મોરબીમાં જામતો ઉત્તરાયણ ફીવર : રૂ. 80 લાખનું પંતગ બજારનું માર્કેટ

- text


ઉતરાણ નજીક આવતા શહેરમાં પતંગ બજારના 150 થી વધુ સ્ટોલ ધમધમ્યા : છોટા ભીમ, પબજી, વડાપ્રધાન મોદી અમિત શાહ વગેરેના લોગો વાળી પતંગો હોટ ફેવરીટ : રૂ. 2 થી માંડીને 700 રૂપિયામાં મળતી પતંગો

મોરબી : ઉત્સવ પ્રિય અને રંગીલા મોરબી શહેરમાં કાઈટ ફેસ્ટિવલને લઈને શહેરીજનોમાં ઉત્તરાયણ ફીવર છવાઈ ગયો છે. હાલ પતંગ બજાર ધમધમી રહી છે. આશરે 150 થી વધુ પતંગ અને દોરીના સ્ટોલ ધમધમી રહ્યા છે. જેમાં અબાલવૃદ્ધમાં છોટા ભીમ, પબજી, અમિત શાહ વગેરેની પતંગો હોટ ફેવરીટ બની છે. તેમજ રૂ.2 થી માંડીને 700 રૂપિયામાં વિશાલ કાયની પતંગો બજારમાં મળી રહી છે. વેપારીઓના અંદાજ મુજબ આ વખતે પતંગ બજારને મંદીનું વાતાવરણ નડશે નહિ. આ વખતે પતંગ બજારનું આશરે રૂ.80 લાખનું માર્કેટ છે.મોરબીમાં છેલ્લા બે દાયકાથી મકરસંક્રાંતિ પર્વ પર પતંગ ચગાવવાનું મહત્વ ઉતરોતર વધી રહ્યું છે. હવે મકરસંક્રાંતિએ મોરબીમાં જ્યાં આકાશ નજરે પડે ત્યાં માત્રને માત્ર આભ વિવિધ જાતના પતંગોથી રંગાયેલું જોવા મળે છે. ત્યારે હવે ઉત્તરાયણને એક અઠવાડિયાની વાર છે. ઉત્તરાયણ નજીક આવતા મોરબી શહેરમાં પતંગ બજાર ધમધમી ઉઠ્યું છે અને વિવિધ રંગબેરંગી પતંગો અને દોરીના આશરે 150થી વધુ સ્ટોલો નખાયા છે. જેમાં લોકો ધીમી ગતિએ ઉત્તરાયણ નિમિતે પતંગ ચગાવવા માટે વિવિધ પતંગો અને મજબૂત દોરીઓની ખરીદી કરી રહ્યા છે. ઉત્તરાયણને હવે થોડા દિવસોની વાર હોય ત્યારે શહેરની તમામ મુખ્ય બજારમાં વિવિધ પતંગો અને દોરીઓનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે.

મોરબીમાં આ વખતે પતંગ બજારમાં એક ફૂટથી માંડીને દસ ફૂટ સુધીના વીશાળ કાયના પતંગો જોવા મળે છે અને આ પતંગો રૂ.2 ના નજીવા દરથી માંડીને રૂ.700ના ભાવે પણ વેચાઈ રહી છે. હાલ રૂ.50 સુધીના ભાવે જાતજાતની પતંગો વેચાઈ રહી છે. ખાસ કરીને આ વખતે પતંગોમાં વડાપ્રધાન મોદી, દબંગ, છોટા ભીમ, અમિત શાહના લોંગા વાળી પતંગોની ખૂબ જ ડિમાન્ડ છે. આ ઉપરાંત, બાઝ રોકેટ, ચામાંચીડયા પણ બજારમાં ઉપલબ્ધ છે. અને દોરીની ફિરકીમાં રૂ.4 થી માંડીને રૂ.1 હજાર સુધીની ફિરકીઓ બજારમાંથી મળે છે. તેમજ ઇતર વિભાગમાં જોઈએ તો જાતજાતના માસ્ક, પીપૂડા, ટોપી ચશ્મા અને સોલારથી ચાલતી ખાસ ટોપી પણ પંતગ બજારમાં અવેલેબલ છે. આ વર્ષે વેપારીઓના અંદાજ મુજબ ઉત્તરાયણમાં મંદીનું વાતાવરણ બિલકુલ નહિ નડે અને આશરે 80 લાખનું પતંગ બજારનું માર્કેટ છે.

- text

ચાઈનીઝ તુંકકલનું વેચાણ ન થવાનો વેપારીઓનો દાવો

ઉત્તરાયણ નિમિતે રાત્રીએ તુંકકલ આકાશમાં ઉડાવવાનો વર્ષોથી ક્રેઝ છે.પણ છેલ્લા કેટલાક વર્ષોથી ચાઈનીઝ તુંકકલનો ઉપયોગ ખૂબ જ વધી ગયો હતો.આ ચાઈનીઝ તુંકકલ જોખમી હોવાથી તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ત્યારે આ વખતે મોરબીમાં ચાઈનીઝ તુંકકલનું વેચાણ નહિ થાય તેવો વેપારીઓએ દાવો કર્યો છે.કારણ કે, મોરબીના માર્કેટમાં હજુ સુધી ચાઈનીઝ તુંકકલનો માલ જ આવ્યો નથી તેવું વેપારીઓએ જણાવ્યું છે.

જાતે જ પતંગની દોરી પાઈને મજબૂત બનાવવાની પરંપરા તૂટી

વર્ષો પહેલા લોકો ઉત્તરાયણ નિમિતે પતંગ ચગાવવા માટે અગાઉથી જાતે મજબુત દોરી બનાવવા માટે માજો પાતા હતા. જેમાં દોરી પાવા માટે દિવસો સુધી તૈયારીઓ થતી હતી.ખાસ કરીને યુવાનો અને બાળકો બજારમાંથી મજુબત દોરી લઈ આવ્યા બાદ કાચ, સાબુદાણા અને રંગનું મિશ્રણ કરી એને આગમાં તપાવીને પછી હાથ વડે એ તૈયાર થયેલા માંજાથી દોરીને પાઈને મજબૂત બનાવતા હતા. પણ છેલ્લા દોઢ દાયકાથી માજો પાયેલી રીલ બજારમાંથી મળી રહે છે. બીજી બાજુ ભાગદોડ ભરી જિંદગીને કારણે લોકો પાસે આવો ટાઈમ પણ હોતો નથી. એટલે હવે લોકો બજારમાંથી વેચાતી દોરીનો ઉપયોગ કરવાનું પંસદ કરે છે. તેથી, વર્ષોની પરંપરા તૂટી છે.

- text