8મીએ મોરબી જિલ્લાના આંગણવાડી, આશાવર્કરોના કર્મચારીઓની હડતાલ, ચક્કાજામ

- text


દેશ વ્યાપી કર્મચારીઓની હડતાળમાં મોરબી જિલ્લાની 600 આંગણવાડી તેમજ 500 આશાવર્કરો હડતાળ-ચક્કાજામમાં જોડાશે

મોરબી : આઠ જાન્યુઆરીએ આંગણવાડી કર્મચારીઓ તેમજ આશાવર્કરોની દેશવ્યાપી હડતાલમાં મોરબી જિલ્લાની 600 આંગણવાડીઓ તેમજ 500 આશાવર્કરો જોડાશે. પડતર માંગણીઓ પ્રત્યે સરકારના ઉદાસીન વલણને લઈને આઠ જાન્યુઆરીએ દેશ વ્યાપી હળતાલ અને ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું છે.

- text

આંગણવાડી તેમજ આશાવર્કરો અને હેલ્પરો દેશભરમાં ગામડાઓથી લઈને શહેરોમાં ફરજ બજાવે છે. ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિને કારણે આ ક્ષેત્રમાં પોતાનો હક્ક છીનવાઈ જવાની આશંકાઓ વચ્ચે આ દેશ વ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. 40 જેટલા સરકારી સાહસો-ફેકટરીઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિમાં આંગણવાડી કેન્દ્રોને શાળાઓમાં લઈ જવાની ભલામણ સરકાર દ્વારા કરાઈ છે. આ દ્વારા આઈ.સી.ડી.એસ. ખતમ કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જો આ પરિસ્થિતિ ઉદ્દભવે તો લાખો કર્મચારીઓને તેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડી શકે એમ હોવાથી આ હડતાલ-ચક્કાજામ દ્વારા સરકાર સુધી પોતાની બાર સુત્રી માંગણી પહોંચાડવામાં આવનાર છે. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કસ એન્ડ હેલ્પર દ્વારા માંગણીઓ માટે તથા આઈ.સી.ડી.એસ. બચાવના સૂત્ર સાથે રાષ્ટ્વ્યાપી હડતાલ-ચક્કાજામના આયોજનમાં મોરબી જીલ્લાના કર્મચારીઓ પણ જોડાવવાના હોય સરકારે આ બાબતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે આયોજન શરૂ કર્યું છે.

- text