મોરબીને મેડિકલ કોલેજ આપવાની જાહેરાતને આવકારતા ધારાસભ્ય મેરજા

- text


વિધાનસભામાં મોરબીને મેડિકલ કોલેજ આપવાની તેમની રજુઆત સફળ નીવડી હોવાનું જણાવતા ધારાસભ્ય

મોરબી : રાજ્ય સરકારે મોરબીને મેડિકલ કોલેજ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આવકારીને જણાવ્યું છે કે વિધાનસભામાં તેઓએ મોરબીને મેડિકલ કોલેજ આપવાની જાહેરાત કરી હતી. જે સફળ નીવડી છે.

વધુમાં તેઓએ જણાવ્યું છે કે મેડિકલ કોલેજ આવવાથી મોરબી જિલ્લાના દર્દીઓને સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરોની અદ્યતન સારવારનો લાભ મળશે. મોરબીને મેડિકલ કોલેજ મળતા હળવદ, કચ્છના રાપર, ભચાઉ તેમજ જોડિયા, આમરણ ચોવીસી વિસ્તાર, માળિયા તાલુકા, ટંકારા, વાંકાનેર સહિતના પંથકમાં લોકોને અદ્યતન આરોગ્ય સુવિધા સાંપડશે. તેમજ મોરબી જિલ્લાના જે વિદ્યાર્થીઓએ મેડિકલના અભ્યાસ માટે દૂર દૂર સુધી જવું પડતું હતું તે મુશ્કેલી પણ દૂર થશે અને ઘર આંગણે મોરબીમાં મેડિકલના અભ્યાસની સુવિધા સાંપડશે.

- text

ધારાસભ્ય બ્રિજેશ મેરજાની આ જહેમતને શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર.કે. પારજિયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા, મોરબી પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા સહિતના અગ્રણીઓએ આવકારી હોવાનું ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ યાદીમાં જણાવ્યું છે.

- text