ભેરડા ગામની સરકારી માધ્યમિક શાળામાં ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામમાં આવેલ સરકારી માધ્યમિક શાળામાં ગઇકાલે તા. 31 ડીસે.ના રોજ શિક્ષા અભિયાન અંતર્ગત ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધો. 9 અને 10ના વિદ્યાર્થીઓને હેલ્થ અવરનેસ તથા HIV એઇડ્સ ના વિષય ઉપર ઊંડાણપર્વક માહિતી આપવામાં આવી હતી. શાળાના આચાર્ય હિરેન બરસરા દ્વારા વિષયને લગતી પ્રારંભિક માહિતી અપાઈ હતી. તેમજ લુણસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી રેશમાબેન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

- text

આ ઉપરાંત, વાંકાનેર તાલુકાના પોલીસ તેજપાલ સિંહ ઝાલા અને ચમનલાલ ચાવડા દ્વારા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતા કાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનો ઉકેલ આપ્યો હતો. કાર્યક્રમના અંતે આચાર્ય હિરેન બરસરા દ્વારા સમાપન વિધિ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર આયોજનની સફળતા માટે શાળા પરિવારે જહેમત ઊઠાવી હતી.

- text