બ્રાહ્મણી નદીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા દરમિયાન લાખોનો મુદ્દામાલ સીઝ કરાયો

- text


વહેલી સવારના મોરબી ખાણ ખનીજ વિભાગના દરોડાથી રેત માફિયાઓ ફફડાટ : હજુ પણ કાર્યવાહી ચાલુ

હળવદ : હળવદ તાલુકાના ટીકર રણ ગામેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેત માફિયાઓ દ્વારા રેતી ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે ત્યારે આજે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા રેત માફિયા ઉપર ઓચિંતા દરોડો પાડતા માફિયાઓ માં દોડધામ મચી જવા પામી છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા બે હિટાચી મશીન ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે અને હાલ હજુ વધુ કાર્યવાહી ચાલુ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાંથી રેત માફિયાઓ દ્વારા મોટા પાયે રેતી ચોરીના કારસ્તાનો ચલાવી રહ્યા છે ત્યારે આ કારસ્તાનને રોકવા જિલ્લા ખાણ ખનીજ દ્વારા અનેકવાર રેત માફિયાઓ ઉપર દરોડા પાડી કડક હાથે કાર્યવાહી કરાતી હોય છે. ત્યારે થોડા સમય પહેલાં જ ટીકર પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાંથી ત્રણ હિટાચી મશીન ઝડપી લઇ લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરાયો હતો તેમ છતાં પણ રેત માફિયાઓએ રેતી ચોરવાનું કારસ્તાન ચાલુ જ રાખ્યું હતું ત્યારે આજે જિલ્લા ખાણ ખનીજના અધિકારી યુ.કે સિંઘ, ભરતભાઇ ચૌધરી સહિતના અધિકારીઓ દ્વારા તાલુકાના ટીકર ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણ નદીના પટમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

- text

આ દરોડામાં હાલ બે હિટાચી મશીન ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે તેમજ હાલ વધુ કાર્યવાહી ચાલુ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. ખાણ ખનીજના દરોડાની જાણ રેતી માફિયાઓ થતા હાલ તો રેત માફિયાઓમાં દોડધામ મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેત માફિયાઓ દ્વારા અત્યાર સુધી તો નદીના પટમાંથી લોડર મશીનથી રેતી ચોરીને અંજામ આપી રહ્યા હતા પરંતુ ચોમાસુ ગયા બાદ નદીમાં પાણી આવી ગયું હોય. જેથી, હિટાચી મશીનો નદીમાં ઉતારવામાં આવ્યા છે. જેથી, ત્યાંથી જ રેતીની ટ્રકો ભરી બહાર મોકલવામાં આવે છે.

- text