મોરબીમાં જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અધિવેશન યોજાયુ

- text


મોરબી : ગઈકાલે નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે મોરબી જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અધિવેશન યોજાયુ હતુ. જેમા માર્ચ-19માં ધો.10માં મોરબી જિલ્લા ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રથમ નંબર તથા ધો.12 સામાન્ય પ્રવાહમાં દ્વિતીય નંબર મેળવવા બદલ ઉત્તરબુનિયાદી વિદ્યાલય – મેઘપરના આચાર્ય સી. એન. ડાંગરનું સન્માન રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલ તેમજ મોરબી જિલ્લાશિક્ષણાધિકારી બી. એમ. સોલંકી તથા રાજ્ય અને મોરબી જિલ્લાના અન્ય હોદેદારો દ્વારા કરવામાં આવ્યુ હતું.

- text