મોરબી જિલ્લામાં ધો.8 ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની પરીક્ષા યોજાઈ

- text


જિલ્લાના આઠ પરીક્ષા કેન્દ્રોમાં લેવાયેલી પરીક્ષામાં કુલ 2137 માંથી 2058 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

મોરબી : મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાના ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાઈ હતી.જેમાં જિલ્લાના આઠ પરીક્ષા કેન્દ્રોમાં લેવાયેલી પરીક્ષામાં કુલ 2137 માંથી 2058 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text

મોરબી જિલ્લાના આઠ પરીક્ષા કેન્દ્રોમાં સદભાવના વિધાલય હળવદ, તક્ષશિલા વિધાલય હળવદ,જોશી પ્રાઇવેટ હાઈસ્કૂલ માળીયા,ધ વીસી ટેકનીકલ હાઈસ્કૂલ મોરબી,એસ.વી.પટેલ કન્યા વિધાલય મોરબી ,ઓરપેટ ગર્લ્સ હાઈસ્કૂલ ટંકારા ,અમરસિંહજી હાઈસ્કૂલ વાંકાનેર ,ગર્લ્સ હાઈસ્કૂલ વાંકાનેરમાં ગુજરાત રાજ્ય, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે પ્રાથમિક શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાઈ હતી.આ સ્કોલરશીપની પરીક્ષા માટે જિલ્લાના કુલ ધો.8ના 2137 વિધાર્થીઓ નોંધાયા હતા.જેમાંથી 2058 વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની પરીક્ષા આપી હતી.જ્યારે આ પરીક્ષામાં 79 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આ સ્કોલરશિપની પરીક્ષામાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી તથા ઝોનલ અધિકારી જે.યુ.મેરજા સહિતના સ્ટાફે ખડેપગે રહીને ફરજ બજાવી હતી.

- text