મોરબી : કોમનમેન ફાઉન્ડેશન આયોજીત આદર્શ માતા કસોટીનું પ્રથમ ચરણ પૂર્ણ

- text


1288 બાળકોનું હેલ્થ ચેક અપ કરાયું : બાળકની ઉંમર, વજન ઉંચાઈ,વેકસીનેશન,અને ઋતુને અનુરૂપ આદર્શ વસ્ત્ર પરિધાન હરીફાઈ યોજાઈ

મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટીનું અનોખું આપોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રસ્ટના સભ્યોની છેલ્લા છ મહિનાની મહેનતના પરિપાક રૂપે 1400 એક હજાર ચારસો બહેનોએ કસોટી માટે રજિસ્ટ્રેશન કર્યું હતું .ત્યારે આજે આદર્શ માતા કસોટીનું પ્રથમ ચરણ યોજાયું હતું.જેમાં 1288 બાળકોનું હેલ્થ ચેક અપ કરવામાં આવ્યું હતું અને બાળકની ઉંમર, વજન ઉંચાઈ,વેકસીનેશન,વાન અને ઋતુને અનુરૂપ આદર્શ વસ્ત્ર પરિધાન હરીફાઈ યોજાઈ હતી.

આદર્શ માતા કસોટીના પ્રથમ ચરણ પ્રથમ રાઉન્ડમાં મોરબીમાં કન્યા છત્રાલય ખાતે 1091,ટંકારા ખાતે 108, વાંકાનેર ખાતે 35 અને હળવદ ખાતે 54 જેટલા એમ કુલ 1288 બાળકોનું જુદા જુદા 40 ચાલીસ પીડયાટ્રીશન ડોકટરો દ્વારા હેલ્થ ચેક અપ,બાળકની ઉંમર પ્રમાણે વજન ઉંચાઈ,વેકસીનેશન તેમજ બાળકના વાનને અનુરૂપ, ઋતુને અનુરૂપ આદર્શ વસ્ત્ર પરિધાન હરીફાઈ વગેરેના 30 ત્રીસ ગુણની હરીફાઈ યોજાઈ હતી. જેમાં 30 માર્કમાંથી બાળક જેટલા માર્ક મેળવે એ માર્ક એની માતાના ગુણમાં ઉમેરવામાં આવશે,હવે બીજા તબક્કામાં તા.25 ડીસેમ્બર ના રોજ સવારે 10 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી 70 માર્કની દરેક માતાની લેખિત કસોટી લેવામાં આવશે આમ કુલ 100 ગુણના આધારે તા.29.ડીસેમ્બરના રોજ બપોરે 3.30 વગ્યાથી કન્યા છાત્રાલય મોરબી ખાતે હજારો લોકોની હાજરી વચ્ચે પ્રથમ 100 આદર્શ માતા પ્રથમ અગિયાર અને એ પૈકી પ્રથમ પાંચને પસંદ કરવામાં આવશે અને એ પ્રથમ પાંચને મૌખિક પ્રશ્નો,બાળવાર્તા, હાલરડું વગેરે દ્વારા આદર્શ માતા પસંદ કરવામાં આવશે.

- text

- text