મોરબીમાં છેલ્લબટાવ યુવકની યુવતીએ કરી સરાજાહેર ધોલાઈ : વીડિયો વાયરલ

- text


નઝરબાગ રોડ ઉપર રિક્ષામાં મુસાફરી દરમિયાન લંપટ શખ્સે છેડતી કરતા યુવતીએ બરાબરનો સબક શીખવાડયો

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ નઝરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આજે રિક્ષામાં મુસાફરી દરમિયાન એક લંપટ શખ્સે લખણ ઝળવકાવ્યા હતા અને રિક્ષામાં બેઠેલી બે યુવતીઓની છેડતી કરતા મામલો બીચકાયો હતો. એક યુવતીએ રિતસર ગુસ્સે ભરાઈને નઝરબાગ રેલવે સ્ટેશન પાસે આ લંપટ યુવાનની સરા જાહેર ધોલાઈ કરી હતી અને રીતસર યુવતીએ ચમ્પલ વડે યુવાનને લમધારી નાખીને તેને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ભડિયાદ રોડ પરના નઝરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર આજે એક રીક્ષા પસાર થઈ રહી હતી. આ રિક્ષામાં બે યુવતી બેઠી હતી. તેની સાથે રિક્ષામાં બેઠેલા એક અન્ય યુવાને ક્ષોભજનક હરકત કરી હતી અને લંપટ યુવાને રીક્ષામાં બેઠેલી યુવતીના અડપલાં કર્યા હતા. જેથી યુવતી ભારોભાર ગુસ્સે ભરાઈ હતી. દરમિયાન રીક્ષા નઝરબાગ રેલવે સ્ટેશન પસે ઉભી રહી ત્યારે લંપટ યુવાનને નીચે ઉતારીને યુવતીએ રીતસર રોષે ભરાઈને પોતાના ચમ્પલ વડે ઝૂડી નાખ્યો હતો. આ બનાવને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જો કે યુવતી એટલી હદે ગુસ્સે ભરાઈ હતી કે, લોકોના ટોળા વચ્ચે પણ લંપટ યુવાનની ચમ્પલ વડે ધોલાઈ કરતી રહી હતી અને ખાસ્સો સમય સુધી યુવતીએ માર મારીને હવે પછી કોઈ દિવસ બીજી યુવતીઓ સાથે આવી હરકત કરવાની હિંમત ન કરે તેવા આ લંપટ શખ્સના હાલ હવાલ કરી દીધા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ટાઉન બન્યો હતો અને લોકોએ યુવતીની હિંમતને બિરદાવી હતી.

- text